ગુજરાતમાં સાઈબર ગુનાઓ રોકવા માટે RAFની જેમ સ્પેશિયલ એક્શન ફોર્સની રચના થશે

ગુજરાતમાં સાઈબર ગુનાઓ રોકવા માટે રાજ્ય સરકાર રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની તર્જ પર સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ)ની રચના કરશે અને તેના વડા તરીકે એડીજીપી કક્ષાના અધિકારી તથા તેમના તાબામાં અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીની નિયુક્તિ થશે. ત્રિશૂળ યોજના હેઠળ સાઇબર ક્રાઇમ રોકવા 650 આઇટી અને સાઈબર એક્સપર્ટ્સની ભરતી થકી કોલ સેન્ટર કાર્યરત કરશે. માત્ર મુખ્ય ચાર શહેરો પૂરતું મર્યાદિત રહેવાને બદલે સાઈબર ગુનાઓને ડામવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ માટે યુનિટ તૈયાર કરાશે.આ સેલ વિવિધ પોલીસ સ્ટેશનોને ડ્રગ્સના ગુના ઉકેલવામાં મદદ કરશે અને ઝડપથી ચાર્જશીટ તૈયાર કરાશે. ગુનો બનશે તેની દસ મિનિટમાં પોલીસ પહોંચશે.

ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી કે ગુના અંતર્ગત ખાસ ઇમરજન્સી સેવા 112 હેઠળ રિસ્પોન્સ ટાઇમ ઘટાડવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.આ નંબર પણ જાણ કર્યા બાદ શહેરી વિસ્તારમાં માત્ર 10 મિનિટમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ પહોંચી જશે. શોધ યોજના હેઠળ તમામ પોલીસ સબઇન્સ્પેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ફેરવાશે તથા ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ અથવા એએસઆઇ કક્ષાથી પોલીસ સબઇન્સ્પેકટર કક્ષામાં અપગ્રેડ કરી ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાઈકલની ફાળવણી કરવામાં આવશે.

Social