અમદાવાદમાં કર્મચારીઓની માહિતી નોંધણી ન કરાવનાર સ્પા સંચાલકની ધરપકડ

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના ગુરુકુળ રોડ પરના પુષ્ટિ હાઈટસ કોમ્પ્લેક્સમાં આવેલા સ્પાના કર્મીઓના કોઈપણ આઈડી પ્રૂફ તથા સ્પાની માહિતી માલિકે પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે અસલાલીના ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની કોઈ માહિતી રાખતા ન હોવાથી તેના માલિકની પણ ધરપકડ કરી હતી. ગુરુકુળ રોડ ખાતે પુષ્ટિ હાઇટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા ઇનર પીસ સ્પામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સંચાલકે સ્પામાં કામ કરતા કોઈ પણ કર્મચારીની વિગતો અને ઓળખના પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા ન હતા.

Social