સાબરકાંઠામાં પનોલમાં મોબાઇલ સંતાડવા બાબતે પતિએ ઉશ્કેરાઈને પત્નીને લાકડાના ધોકા વડે મારતા મોત

સૂત્રોના કહેવા અનુસાર સાબરકાંઠાના ઇડર તાલુકાના પાનોલ ગામની સીમમાં ઝૂપડાંમાં રહેતા શ્રમિક પરિવારમાં મોબાઈલ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ ઉશ્કેરાઈને પત્નીને લાકડાના ધોકા વડે જીવલેણ ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. પોસ્ટમોર્ટમ બાદ ઇડર પોલીસે પતિ રમેશ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આરોપી પતિની હત્યાના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Social