ધોલેરા ટાટા પાવરની મુલાકાતે બ્રિટિશ ડેપ્યુટી પ્રાઇમિનિસ્ટર વિશેષ હેલિકોપ્ટર દ્વારા ધોલેરા આવ્યા

ધોલેરા મહાદેવપુરા ખાતે આવેલ ટાટા પાવરના પ્લાન્ટ પર બ્રિટનના ડેપ્યુટી પ્રાઇમિનિસ્ટર એન્જેલ રાઈનેર આવ્યા હતા. અહીં તેઓએ ટાટા પાવરના પ્લાન્ટને નિહાળ્યો હતો.

ધોલેરામાં આવેલ સૌથી મોટા સોલાર પ્લાન્ટની મુલાકાતે વિશેષ હેલિકોપટર દ્વારા બ્રિટિશ ડે. પ્રાઇમિનિસ્ટર એન્જેલ રાઈનેર આવી પહોંચ્યા હતા. અહીં એબીસીડી ભવનની બાજુમાં બનેલા હેલિપેડ પર ટાટા પાવરના અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીં થી સમગ્ર કાફલો મહાદેવપુરા તરફ રવાના થયો હતો અહીં બ્રિટિશ ડે. પ્રાઇમિનિસ્ટર આવી પહોંચ્યા બાદ સમગ્ર સોલાર પ્લાન્ટ વિશે માહિતી મેળવી હતી અને સૌથી મોટા સોલાર પ્લાન્ટને નિહાળ્યો હતો.

Social