સાણંદના મનીપુરના ભાડાના મકાનમાં વિદેશી દારૂ સાથે 8 શખ્સો પકડ્યા : 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત

સાણંદના મનીપુર ગામે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી અમદાવાદ શહેરમાં હોમ ડીલેવરી કરતા LCBએ મકાનમાં રેડ કરી 8 શખ્સો પકડ્યા હતા અને 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી સહીત કુલ 9 શખ્સો સામે બોપલ પોલીસમાં ગુનો નોંધયો છે.

    અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટિમને બાતમી મળેલ કે સાણંદના મનીપુર ગામની સીમ પ્રાર્થના ઉપવન જલધારા હોલી-ડે મકાન નં-15 ભાડે રાખી અને ભાડાના મકાનમાં ઇશ્વરસિંહ શંભુસિંહ સિસોદીયા રહે, અદવાસ ઉદેપુર તેના પિતાજી શંભુસિંહ સિસોદીયા તથા તેના સાળા કરણસિંહ રાઠોડ તેમજ બીજા અન્ય માણસો મારફતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો મંગાવી તેનો સંગ્રહ કરી ત્યાંથી અલગ-અલગ વાહનોમાં અમદાવાદ શહેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય અને હોમ ડીલીવરી કરે છે. જેથી એલસીબી   ટીમે બાતમી સ્થળે રેડ કરી ત્યારે મકાનમાં ચાર શખ્સો પાર્કિંગમાં રાખેલ બે ફોરવ્હીલ ગાડીઓમાં કંઇક ભરતા હતા જેનો પકડી લીધા હતા અને મકાનની અંદરથી બીજા ચાર શખ્સોને પણ પકડી લીધા હતા. 
   SOG ટીમે ગાડીમાઓ અને મકાનમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન નંગ 4281

કુલ કિ.રૂ. 9,51,455/- બે ગાડી,2 બાઇક,10 મોબાઇલ રોકડ રૂપિયા મળી કુલ કિ.રૂ. 14,54,065/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી 8 ઇસમોને પકડી લીધા હતા અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનાર ઉદેપુરનો ઇશ્વરસીંહ શંભુસિંહ સીસોદીયાને વોન્ટેડ જાહેર કરી કુલ 9 ઇસમો સામે બોપલ પોલીસમાં ગુનો નોંધયો છે.
પોલીસે પડાયેલ ઇસમોની પૂછપરછ કરતા શંભુસિંહ ખુમાનસિંહ સિસોદીયાએ જણાવેલ કે, તેનો દિકરા ઇશ્વરસિંહએ આ મકાન વિદેશીદારૂનો સંગ્રહ કરવા માટે ભાડે રાખેલ છે. અને તેનો દીકરો ઇશ્વરસિંહ, સુનિલ સાલવી તથા સુમેરસિંહ સિસોદીયા,સોનુ ઉર્ફે નરેન્દ્રસિંહ તથા નરેશ શાહુ મારફતે ગાડીમાં રાજસ્થાનથી ઇંગલીશ દારૂનો જથ્થો મોકલે છે. અને પોતે તથા કરણસિંહ રાઠોડ ગાડીઓ તથા માણસો મારફતે તેના દિકરો ઇશ્વરસિંહ જણાવે તે મુજબ અમદાવાદ શહેરમાં તથા આજુબાજુના વિસ્તારોમાં મોકલીએ છીએ તેમજ દેવીસિંહ રાઠોડ તથા પ્રતાપસિંહ રાઠોડ મારફતે આજુબાજુના વિસ્તારમાં બાઇક મારફતે છુટક ડીલીવરી કરતા હોવાનુ તપાસમાં ખૂલ્યું હતું.
પકડાયેલ ઇસમો
(1) શંભુસિંહ ખુમાનસિંહ સિસોદીયા (રહે.મનીપુર મુળ રહે, ઉદેપુર)
(2) કરણસિંહ ભેરૂસિંહ રાઠોડ (રહે.મનીપુર સલુમ્બર રાજસ્થાન)
(3) સુનિલ હીરાલાલજી સાલવી (રહે.સલુમ્બર જી રાજસ્થાન)
(4) નરેશ કિશનલાલ શાહુ (રહે.ઉદેપુર)
(5) પ્રતાપસિંહ માધુસિંહ રાઠોડ (રહે.મનીપુર મુળ રહે, સલુંમ્બર)
(6) દેવીસિંહ કિશોરસિંહ રાઠોડ (રહે.જલધારા હોલી-ડે મણીપુર)
(7) સુમેરસિંહ માનસિંહ સિસોદીયા (રહે.રાજસ્થાન)
(8) સોનુ ઉર્ફે નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ

Social