સાણંદમાં 4 મહિના અગાઉ ચોરાયેલ ઈક્કો ગાડીની ચોરી કરનાર ઈસમ પકડાયો

સાણંદના આંગન હોટલની બાજુમાં આવેલ ગોડાઉનની બાજુમાં પાર્ક ઈકકો ગાડીની ગત 8 ઓકટોબરે રાત્રે ચોરી કરી ફરાર થયો હતો જેને લઈને ચોરીના સીસીટીવી સામે આવ્યા હતા અને ચોરી અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધયો હતો.
સૂત્રોએ જણાવ્યુ કે સાણંદના આંગન હોટલની બાજુમાં આવેલ ગોડાઉન પાસેથી ચોરાયેલ ગાડીનો ભેદ ઉકેલાયો છે. થોડાક મહિના અગાઉ આ ઈકકો ગાડીની ચોરી બાદ ખેડાના વડતાલ વિસ્તારમાં આ ઇકો ગાડીમાં ચોરીના વાસણો લઈને જતાં પોલીસે એક ઈસમને પકડ્યો હતો જ્યારે એક ફરાર હતો તે દરમ્યાન આ ઈકકો ગાડી ચોરનાર 34 વર્ષીય જગદિશભાઇ ઉર્ફે જીગો ઉર્ફે રાજુ ગોરધનભાઇ રાઠોડને પોલીસે પકડી લીધો હતો. આ ઈકકો ગાડી સાણંદમાંથી ચોરી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. સાણંદ પોલીસે જગદિશભાઇ ઉર્ફે જીગો ઉર્ફે રાજુ ગોરધનભાઇ રાઠોડ(રહે.સામરખાં આણંદ)ને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી, સાણંદ પોલીસ તપાસમાં અગાઉ તેના વિરુદ્ધ અલગ અલગ 13 ગુનાઓ નોંધાયેલ હોવાનું ખુલ્યું છે.

Social