ગાંધીનગર શાહપુરના બંગલામાં એક કરોડની ચોરીને અંજામ આપનાર ચોરે મુંબઈમાં 32 ચોરીને અંજામ આપ્યો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર થોડાક દિવસ પૂર્વે ગાંધીનગર તાલુકાના શાહપુર ગામ નજીક આવેલા ફાર્મ હાઉસના એક બંગલામાં રોકડ સહિત એક કરોડની ચોરીનો મામલો સામે આવતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી. આખરે પોલીસવડાની સૂચના બાદ ગાંધીનગર એલસીબીની ટીમે આ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. સામે આવેલી વિગતોએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. કારણ કે આ ચોરીને ફક્ત એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો. આ ચોરે ગાંધીનગરમાં ચોરીને અંજામ આપતા પહેલા મુંબઈમાં 32 ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરે અનેક દિવસ બંગલાની રેકી કર્યા બાદ નજીકનાં જંગલમાંથી જાતે લાકડા કાપી તેની સીડી બનાવી તેની મદદથી બંગલામાં કૂદી એક કરોડની ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી ચોરી કરેલ મુદ્દામાલ દાટીને મુંબઈ ચાલ્યો ગયો હતો. તેમ છતાં ગાંધીનગર પોલીસે આ ચોરને મુંબઈથી ઝડપી લીધો છે.

     ગાંધીનગર શાહપુરમાં આવેલા ફાર્મ હાઉસમાં વિધાતા બંગલોમાં રહેતા બિલ્ડર રજનીકાંત રતિલાલ પટેલ પત્ની રશ્મીબેનનું હાર્ટ એટેકના કારણે અવસાન થતા અસ્થિ વિસર્જન માટે પરિવહન સભ્ય સાથે સોમનાથ ત્રિવેણી સંગમ ગયા હતા. આ દરમિયાન તેમના બંગલા માંથી દસ લાખ રોકડા 15 લાખ ડાયમંડના સેટ સોનાની વીંટી અને અન્ય દાગીના મળીને કુલ 38 લાખની ચોરી થઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. જે અંગે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે પરિવારજનોના વિગતવાર નિવેદનો લેતા બંગલામાંથી રૂ. 99.98 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી થયેલાનું ખુલ્યું.
      શાહપુરમાં આવેલા ફાર્મ હાઉસમાં વિધાતા બંગલોમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમ ડોલર સહિત કુલ રૂપિયા 99 લાખ 98 હજારથી વધુના મુદ્દામાલની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. બંગલાની ફેન્સીંગ કરેલી ઉંચી દિવાલ પાર કરવા અઠંગ ચોરે નજીકના જંગલ વિસ્તારમાં ઝાડ કાપી લાકડાની સીડી બનાવી હતી બાદમાં તે બંગલામાં ઘૂસી ચોરી કરી એક કરોડ જેટલો મુદ્દામાલ સંત સરોવર વિસ્તારની અવાવરૂ જગ્યાએ દાટી દીધો હતો. જે બાદ મુંબઈ જતો રહ્યો હતો. મુંબઈના એક બિઝનેસમેનના ઘરે હાથ ફેરો કરનાર ચોર ચેતન થુલકર ગુજરાતમાં ગુટકાનો વેપાર કરવાના ઇરાદે વર્ષ 2022 માં અમદાવાદ આવ્યો હતો આ દરમિયાન એક દિવસ ચેતન ગાંધીનગરથી ચાલતો ચાલતો શાહપુર પાસેની સાબરમતી નદી નજીકની હોટલમાં નાસ્તો કરવા બેઠો હતો આ દરમિયાન તેની નજર વૈભવી વિધાતા બંગલો ઉપર પડી હતી બંગલાની ચારે તરફ વેરાન વિસ્તાર હોવાથી ચેતનના મગજમાં ચોરી કરવાનો સરવાળા કરવા લાગ્યો હતો પરંતુ એ વખતે કોઈ કારણસર પરત મુંબઈ જતો રહ્યો હતો.
        31 મી જાન્યુઆરીએ વિધાતા બંગલો પાસેના જંગલ વિસ્તારમાં ગયો હતો. જ્યાં લાકડા કાપીને વાયરો બાંધીને તૈયાર કરી હતી જે સીડી રાત્રે બંગલાની દિવાળી ઊભી કરી દીધી હતી પરંતુ સિક્યુરિટી ગાર્ડ જાગતા હોવાથી બે કલાક સુધી ચેતન ત્યાં જ બેસી રહ્યો હતો બાદમાં મોકો મળતા સીડી વાટે ઉપર ચડ્યો હતો જો કે દિવાલ ખૂબ ઊંચી હોવાથી બંગલામાં ઉતરવું મુશ્કેલ લાગતા છલાંગ મારીને છતનું છજુ પકડી લીધું હતું. બાદમાં ઓજારો વડે બંગલામાં સોનાના દાગીના લાખો રૂપિયા રોકડા ડોલર સહિતનો મુદ્દામાલ બેગમાં ભરીને રફુ ચક્કર થઈ ગયો હતો. ભરેલ બેગ જોઈને પોલીસ ગમે તે ઘડીએ રસ્તામાં પકડી લેશે તેઓ વિચાર આવતા ચેતન ચાલતો ચાલતો સંત સરોવર વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં જાડિયોમાં જઈ ખાડો ખોદી દાગીના રોકડ ભરેલી બેગ દાટી દઈ મુંબઈ જતો રહ્યો હતો જતા પહેલા ચેતન એ બેગમાંથી એકાદ લાખ રૂપિયા કાઢી લીધા હતા અને પોલીસનો મામલો શાંત પડે એટલે બેગ આવીને લઈ જવાનું પ્લાન હતો જોકે પહેલા જ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની ટીમે મુંબઈ જઈને ચેતનને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Social