ધોલેરા-વટામણ હાઈવે પર બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત

   અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં રહેલ ત્રણ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ ધોલેરા પોલીસને થતા પોલીસ ઘટનાં સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આથી અંદર રહેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ધોલેરા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
        પીપળી ગામ પાસે બંને આઇસર ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. બન્ને ટ્રકનો આગળ ભાગ પડીકું વળી ગયો હતો. આઇસર ટ્રકની સાઈડમાં એક નેમ પ્લેટ લાગેલી છે જેમાં બાપા સીતારામ લખેવું છે અને મોબાઈલ નંબરો આપેલા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે 108 મારફત હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Social