લીંબડી-રાજકોટ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં 5ને ઇજા

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર બે STબસ અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને અકસ્માતમાં પાંચ લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. દાહોદ-ધ્રોલ રૂટની ST બસ, તેમજ રાજકોટ અમદાવાદ વોલ્વો ST બસ અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો અકસ્માત થતાં લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Social