સાણંદ GIDCની ખાનગી કંપનીના સુપરવાઈઝર ગાડીમાં રૂ.40 લાખના સામાનની ચોરી કરી જતાં સિક્યુરિટીએ પકડ્યો

સાણંદ જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા સુપરવાઈઝરે કંપનીના ખુલ્લા પ્લોટમાંથી લેથ મશીનમા વપરાતા યુઝેબર્સ કટરના રૂ.40 લાખના સમાન ગાડીમાં મૂકી જતાં ગેટ પર સિક્યુરિટીએ પકડી લેતા લીધો હતો. બનાવ અંગે કંપનીના એચ.આર હેડએ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ જીઆઈડીસીમા આવેલ પાવર ડ્રાઇવ બેરીંગ પ્રા.લી કંપનીમા કંપનીમા બેરીંગ અને પુલ્લી બનાવવાનુ કામ થાય છે. ગત 27 ફેબ્રુઆરીએ સિક્યુરીટી ગાર્ડ મુકેશકુમાર યાદવ કંપનીના મેન ગેટ આઉટ થતી કર્મચારીની ગાડી ચેક કરતાં સમયે એક કર્મચારીની ગાડીમાંથી પેક મશીન યુઝેબર્સ કટર મળી આવ્યા હતા. જેથી સિક્યુરીટી ગાર્ડેએ બનાવ અંગે કંપનીના એચ.આર હેડ જીતેન્દ્ર ગોપાલ શર્માને જાણ કરતાં કંપનીએ દોડી આવ્યા હતા અને એક ગાડીમા તપાસ કરતાં વી.એમ.સી મશીન તથા લેથ મશીનમા વપરાતા યુઝેબર્સ કટર ખોખામા પેક હતા જે ચેક કરતાં વી.એમ.સી મશીન તથા લેથ મશીન ના યુઝેબર્સ કટર નંગ.882 મળી આવ્યા હતા, બેગ ખોલી તેમા તપાસ કરતા 4 લોખંડના ટૂલ હોલ્ડર તથા 3 MGMN, 2 CCMT,1 SPMG ,2 TNMG,1 vnmg લોખંડના કર્ટીગ ટુલ્સ જે સી.એન.સી મશીનમા વાપરવામા આવતા હોય જે મળી આવેલ તમામ લોખંડના કટીંગ ટુલ્સ ની કિ.રૂ. 40,00,000 ના મુદ્દામાલ મળી આવતા વિષ્ણુપ્રસાદ કિશોરભાઇ રાવલ (શેલા મુળ રહેપાલનપુર) જે કંપનીના સુપરવાઈઝર હોવાનું સામે આવ્યું હતું, કંપનીના એચ.આર હેડ જીતેન્દ્ર શર્માએ વિષ્ણુપ્રસાદ કિશોરભાઇ રાવલને તેની ગાડીમાં સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેના વિરુદ્ધમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધયો છે.

Social