ગાંધીનગરના જેઠીપુરા બ્રિજ નજીક વૃદ્ધને હાઇડ્રા ક્રેનનાં ચાલકે ટક્કર મારી, ટાયર નીચે ચગદાઈ જતાં ઘટનાસ્થળે નિપજયું મોત

ગાંધીનગરના જેઠીપુરા બ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર પરિચિત વ્યક્તિ સાથે બાઇક જોડે ઉભેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેનનાં ચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. ક્રેનનું ટાયર માથા પરથી ફરી વળતા વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ડભોડા પોલીસે સ્થળ પર પહોંચી જરૃરી કાર્યવાહી હાથ હાથ ધરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાદરા દવાખાને લઈ જવાયો હતો.

      કુડાસણ ખાતે રહેતા નયનભાઇ મહેશભાઈ વાઢેર ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 1 માર્ચના સાંજના પોણા પાંચ વાગ્યાના નયનભાઈ જેઠીપુરા બ્રિજ જૈન દેરાસર નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ઉભા હતા. એ વખતે રતનપુર ગામના બળવંતસિંહ લક્ષ્મણસિંહ બિહોલા મળ્યા હતા. એટલે નયનભાઇ અને બળવંતસિંહ એવેન્જર બાઈક લઈને સર્વિસ રોડ ઉભા રહ્યા હતા. આ દરમ્યાન એક હાઇડ્રા ક્રેનનો ચાલક તેનું હાઇડ્રા ક્રેન પુર-ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ઉભેલ બળવંતસિંહને ટક્કર મારી હતી. જ્યારે નયનભાઈને પણ પગના ભાગે ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા જ બળવંતસિંહ રોડ ઉપર નીચે પટકાયા હતા. એજ વેળાએ ક્રેનનું પાછળનું ટાયર બળવંતસિંહનાં માથા પરથી ફરી વળ્યું હતું. જેનાં કારણે તેમનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે ક્રેન મૂકીને ચાલક નાસી ગયો હતો. બનાવની જાણ થતાં ડભોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાનૂની કાર્યવાહી કરી મૃતકની લાશનેપોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.અને અકસ્માત સર્જનાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Social