Enjoy Your Board Exam… 10th and 12th Students….

. ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ રૂમઝૂમ કરતી આવી રહી છે ત્યારે પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો જો પરીક્ષાની પૂર્વ સંધ્યાએ અમુક બાબતો પર ધ્યાન આપવામાં આવે તો આપણે પરીક્ષાનો આનંદ સારી રીતે માણી શકીએ . ખરેખર પરીક્ષા આપવાની એક મજા હોય છે. પરીક્ષા આપવા જતા ઘણા બધા વિદ્યાર્થીઓ સવારનો નાસ્તો કરવાનું ટાળતા હોય છે પરંતુ જો સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ છે નાસ્તો સારી રીતે કરવામાં આવે તો આપણને પાંચ છ કલાક એની એનર્જી મળતી હોય છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓએ નવો ટોપિક નહીં શીખતા માત્ર ને માત્ર રિવિઝન અને રિપીટીશન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. યાદ રાખજો વાંચવાનું ક્યારે પૂરું થતું જ નથી. પરીક્ષાના એક કલાક પહેલા પણ વિદ્યાર્થીઓ વાંચવાનું છોડતા નથી. વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવું જોઈએ વધુ પડતી ચિંતા કરવાથી આપણું માઈન્ડ સતત ચિંતિત રહે અને આપણે સારું પર્ફોર્મન્સ આપી ન શકીએ એટલા માટે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. આ પરીક્ષા તમારા જીવનની કોઈ આખરી પરીક્ષા નથી પરંતુ પરીક્ષા ની શરૂઆત છે. ગઈકાલના દિવ્યભાસ્કરમાં સમાચાર હતા કે આ માસમાં માંસાક અંક 3 ગુરુ નો હોવાથી બોર્ડના બધા જ પેપર સરળ નીકળશે. જો તમે પરીક્ષા હોલમાં પ્રવેશતા પહેલા સ્માઇલિંગ ફેસથી પ્રવેશ કરશો તો પરીક્ષા આપીને બહાર નીકળશો ત્યારે પણ તમારો ફેસ સ્માઇલિંગ ફેસ હશે. દરેક ચિંતાઓ ને દૂર કરવાનો એક જ સરળ રસ્તો છે વિશ્વાસ. આપણે આખું વર્ષ મહેનત કરી હોય ત્યારબાદ આપણે પરીક્ષા આપવા જતા હોઈએ છીએ અને આપણે ઈશ્વર પર અને આપણા ઇષ્ટદેવ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. ખૂબ જ સારા ડ્રેસિંગમાં મસ્ત તૈયાર થઈને પરીક્ષા આપવા જવું જોઈએ. મિત્રો આજ દિવસ સુધી ક્યારેય બોર્ડના પેપરો અઘરા નીકળ્યા જ નથી પરંતુ જો આપણી બિલકુલ તૈયારી જ ના હોય તો સહેલામાં સહેલું પેપર પણ આપણને અઘરું લાગતું હોય છે. વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભણાવવાનો મારો આ 24 માં વર્ષનો અનુભવ છે જેનો હું આપને નીચોડ કહું કે તમો અંગ્રેજીની ઉત્તરવહી પૂરી લખી નાખ્યા પછી જો એકવાર સ્પેલિંગ ટુ સ્પેલિંગ ચેક કરો તો માત્ર ને માત્ર દસ જ મિનિટમાં આખી ઉત્તરવહી વાંચી શકો અને આખી ઉત્તરવહીમાં તમને ક્યાંક ને ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક જોવા મળશે જો આવી નાની નાની ભૂલોમાં પણ સુધારો કરવામાં આવે તો પાંચ છ માર્કસનો જરૂર ફરક પડતો હોય છે. અંગ્રેજી આપણી માતૃભાષા નથી અને આપણને વધુ લખવાની પ્રેક્ટિસ પણ હોતી નથી એટલે આવડવા છતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ પણ આવી ભૂલ કરતા હોય છે એટલા માટે સૌ વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર સૂચન કરું છું કે અંગ્રેજીનું પેપર લખાઈ ગયા પછી આખી ઉત્તરવહી અવશ્ય વાંચવી જોઈએ. ખૂબ જ પ્રફુલિત હળવા મને જો પરીક્ષા આપશો તો ચોક્કસ તમને ધાર્યું પરિણામ મળશે. સવારના સમયમાં બાલ્કની માં જઈને Deep Breathing ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે. અમારી Jatin Raval’s Change your Life youtube ચેનલ માં એન્જોય યોર એક્ઝામના વિડીયો પણ મેં મુકેલા છે આપની અનુકૂળતા હોય ત્યારે તમો આ વિડીયો જોઈ શકો છો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી કોઈપણ જેન્યુઇન પ્રશ્ન હોય તો મારા પર્સનલ નંબર પર પણ આપ અવશ્ય કોલ કરી શકો છો. મારો મોબાઇલ નંબર છે 9898742356. પરીક્ષા આપવા જતી વખતે સૌપ્રથમ વિદ્યાના દેવી સરસ્વતી તેમજ ગણપતિ વંદન કરી તમારા દાદા દાદીને વંદન કરી તમારા મમ્મી પપ્પા ના આશીર્વાદ લઈ પરીક્ષા આપવા જવું જોઈએ. યાદ રાખજો વડીલોના આશીર્વાદ હંમેશા આપણી સાથે જ હોય છે.. ફરી એકવાર દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પાઠવું છું. Wishing You All The Best.. 💐

Social