શું ધર્મ એ માન્યતાની બાબત છે?
જે કૃષ્ણમૂર્તિ

આપણે સામાન્ય પણે ધર્મને જે રીતે જાણીએ છીએ કે સ્વીકારીએ છીએ તે તો માન્યતા ઓની, માની લીધેલી વાતોની, કર્મકાંડોની, અંધશ્રદ્ધાની, મૂર્તિ પૂજાની મંત્રો અને ગુરુઓની હારમાળા છે કે જે તમે તમારા અંતિમ ધ્યેય તરીકે તમે જે  મેળવવા ઇચ્છતા હો ત્યાં સુધી લઈ જશે. આવું અંતિમ સત્ય તો તમારી ઉપજાવેલી મનવાંછિત બાબત છે. જે તમને ખુશ કરશે, જે તમને અમર રહેવાય તેવી અવસ્થા આપશે અને આવી બધી બાબતોમાં ફસાયેલું મન એવા ધર્મનું સર્જન કરે છે જે માન્યતા ધરાવતો ધર્મ છે. તે પુરોહિત અને પાદરીઓનો રચેલો ધર્મ છે.જેમાં અંધશ્રદ્ધા અને મૂર્તિપૂજા છે. અને તમે તેમાં ફસાયેલા છો. અને મન નિષ્ક્રિય થઇ જાય છે. શું આ ધર્મ છે ? શું ધર્મ એ માન્યતાની બાબત છે ? શું તે બીજા લોકોના અનુભવો અને સ્વીકૃતિની જાણકારીની બાબત છે. કે પછી ધર્મ કેવળ નૈતિકતાનું અનુસરણ છે ? તમે જાણો છોકે તુલનાત્મક દ્રષ્ટિએ નૈતિક થવું સહેલું છે. આમ કરવું અને તેમ ન કરવું કારણકે તે સહેલું છે તેથી તમે નૈતિક ધોરણોની નકલ કરી શકો છો, તેને અપનાવી શકો છો એ નૈતિકતાની પાછળ તમે છુપાયેલા છો વધતા, વિકસતા, આક્રમક, વર્ચસ્વ જમાવતા. પરંતુ શું તે ધર્મ છે ?
સત્ય શું છે એ તમારે શોધી કાઢવું જોઈએ કારણકે એ જ તો મુખ્ય બાબત છે. જે ખરેખર અસર કરે છે. નહિ કે તમે શ્રીમંત છોકે ગરીબ, નહી કે તમે આનંદ થી પરણ્યા છો અને તમારે બાળકો છે. કારણ કે તે બધાનો અંત આવે છે. છેવટે તો હંમેશા મુત્યુ રહે છે. તો, માન્યતાના કોઈ સ્વરૂપ વગર, તમારે સત્ય શોધી કાઢવું જોઈએ ; તે માટે તમારામાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ઉત્ક્ટતા હોવી જ જોઈએ કે જેથી તમે તમારી જાતે જ સત્ય શું છે, ઈશ્વર શું છે તે જાણવા પામો. માન્યતા તમને કઈ આપશે નહિ . માન્યતા કેવળ ભ્રષ્ટતા છે, બાંધે છે અંધકાર તરફ લઇ જાય છે. કેવળ ઉત્સાહ અને આત્મવિશ્વાસ થી જ મન મુક્ત થઈ શકે.

શું ધર્મોમાં સત્ય છે ?
પ્રશ્ન એ છે કે શું ધર્મોમાં સિદ્ધાંતોમાં, આદર્શોમાં, માયતાઓમાં સત્ય નથી ? ચાલો આપણે તપાસીએ. ધર્મનો અર્થ આપણે શો કરીએ છીએ ? ચોક્કસ પણે, વ્યવસ્થિત રચવામાં આવેલો ધર્મ નહીં; બૌદ્ધ કે ખ્રિસ્તી ધર્મ નહિ.આ બધી વ્યવસ્થિત માન્યતાઓ છે. જેને પોતપોતાના પરિવર્તનો, ધર્માંતર પ્રથા વિવશતા વગેરે વગેરે છે. શું વ્યવસ્થિત રચેલા ધર્મમાં કોઈ સત્ય છે? કદાચ તે સત્યને ગળી જાય, પોતાની જાળમાં ફસાવી દે,પરંતુ વ્યવસ્થિત ધર્મ મૂળ સ્વરૂપમાં સાચો નથી. તેથી વ્યવસ્થિત રચેલો ધર્મ ખોટો છે. તે માણસ ને માણસ થી અલગ કરે છે. તમે મુસલમાન છો હું હિન્દૂ છું બીજો કોઈ ખ્રિસ્તીઅથવા બૌદ્ધ છે અને તેથી જ આપણે એક બીજાની સાથે ઝઘડીએ છીએ. શું તેમાં કોઈ સત્ય છે ? આપણે સત્યની શોધ કરવા માટે ધર્મની ચર્ચા નથી કરી રહ્યા પરંતુ આપણે એ ઉપર વિચાર કરી રહ્યા છીએ છે કે વ્યવસ્થિત ધર્મોમાં કોઈ સત્ય રહેલું છે કે નહિ ? વ્યવસ્થિત રચાયેલા ધર્મથી આપણે એટલા બધા અનુબંધિત થઇ ગયા છીએ અને એવા તો ટેવાઈ ગયા છીએ કે આપણે એવું વિચારવા લાગ્યા છીએ કે આપણે ખુદને હિન્દૂ કે બીજું કોઈ માનીએ છીએ. અથવા આપણને ઈશ્વર મળશે એમ માનીએ છીએ.કેટલી અસંગત વાત છે, સજ્જનો ઈશ્વરને શોધી કાઢવા માટે, એ વાસ્તવિકતાને શોધી કાઢવા માટે આપણામાં સદ્દગુણો હોવા જોઈએ. સદ્દગુણ મુક્તિ છે. અને માત્ર મુક્તિ દ્વારા જ સત્યને પામી શકાય તમે વ્યવસ્થિત રહેલા ધર્મના હાથમાં, તેની માન્યતા સાથે જકડાઈ ગયા હો ત્યારે નહિ; અને શું કાલ્પનિક સિદ્ધાંતોમાં આદર્શોમાં કે માન્યતાઓમાં સત્ય છે ? તમે શા માટે માન્યતા ઓ ધરાવો છો ? માન્યતા તમને સલામતી, સગવડ સુરક્ષા માર્ગદર્શન આપે છે. એ કારણકે તમે માન્યતાઓ ધરાવો છો. આ સ્પષ્ટ છે. તમારી અંદરથી તમે ભયભીત છો. તમે ઈચ્છો છો કે તમને રક્ષણ મળે, તમે કોઈનો આધાર ઝંખો છો અને તેથી તમે આદર્શો સર્જો છો. અને તેથી તમે આદર્શો તમને ‘ જે છે ‘ તેને સમજવાથી દૂર રાખે છે. તેથી આદર્શ તમને યોગ્ય દિશામાં આગળ વધવામાં અવરોધક બને છે.
ઊંચે ચડવા માટે આપણે નીચેથી શરૂઆત કરવી જોઈએ.
ધાર્મિક સંસ્થાઓ તેમાં માનતા લોકો જેવી તેમના વિચારો જેવી જ મચક ન આપે તેવી સ્થિર અને જડ થઇ ગઈ છે. જીવન સતત પરિવર્તનશીલ છે, તેમાં હંમેશા બનવાનું છે, તે નિરંતર ક્રાંતિ છે. અને કોઈ સંસ્થા ક્યારેય બાંધ છોડ કરે તેવી ન હોઈ શકે. એટલે તે પરિવર્તનના માર્ગમાં આડે આવી ને ઉભી રહે છે. તે પોતાનું રક્ષણ કરવા માટે પ્રતિક્રિયા દર્શાવે છે. સત્યની શોધ વ્યક્તિગત છે. નહિ કે સામુહિક વાસ્તવિકતા સાથે ઘનિષ્ઠ સંઘર્ષ માં રહેવા માટે ‘ એકાકિતા ‘ હોવી જોઈએ., અલગતા નહિ, બધી જ અસરો અને અભપ્રાયો થી મુક્તિ. વિચારને લગતી સંસ્થાઓ વિચારવામાં અનિવાર્ય પાને અવરોધક બને છે.
તમે ખુદ જાણો છો તેમ, કથિત આધ્યાત્મિક સંસ્થાઓમાં સત્તાનો લોભ લગભગ અખૂટ હોય છે. આ લોભ ઉપર બધીજ મધુરતા યુક્ત અને અધિકૃત જણાતા શબ્દોના આવરણથી ઢાંકી દેવામાં આવે છે, પરંતુ તેમાં ધનલાલસા ઘમંડ અને દુશ્મનાવટનો લૂણો લાગી જાય છે. અને તેને પોષીને તેમાં બીજાને સહભાગી બનાવવામાં આવે છે. તેમાંથી વિકસે છે. ઘર્ષણ અસહિષ્ણુતા, પંથવાદ અને એવાજ વરવા સ્વરૂપો તેમાંથી પ્રગટે છે.
જ્યાં આ વાસ્તવિકતા પ્રત્યેના અભિગમની ચર્ચા કરવાનું વધારે સગવડ ભર્યું. હોય, જ્યાં અપેક્ષા કે કોઈ પણ સભ્યપદ કે આધિપત્ય વગરની વીસ – પચીસ વ્યકતિઓનો સમૂહ સહજતાથી સાથે મળે એ શું વધારે ડહાપણ ભર્યું. ન ગણાય ? કોઈ અલગ કે અનન્ય કે કંઈક બની જતા સમૂહને અટકાવવા માટે, પ્રત્યેક સભ્ય સમયે સમયે પ્રોત્સાહન આપી શકે અને કદાચ બીજા નાના સમૂહોમાં જોડાઈ શકે. આમ, તે વ્યાપક બનશે; અને તે સાંકડું કે સંકુચિત નહિ રહે.
ઉપર ચડવા માટે આપણે નીચે થી શરૂઆત કરવી જોઈએ. આવી નાની શરૂઆત થી કદાચ આપણે વધારે સમજદાર અને સુખી વિશ્વનું સર્જન કરવામાં મદદરૂપ બની શકશું.
તમારા ઈશ્વરો તમને વિભાજિત કરે છે.
વિશ્વમાં શું થઇ રહ્યું છે ? તમારે ખ્રિસ્તી ઈશ્વર છે, હિન્દૂ ઈશ્વરો છે, મુસલમાન છે. જેને ઈશ્વરની પોતપોતાની ખાસ કલ્પના છે. દરેક નાના પંથ ને પોતાનું સત્ય છે; અને આ બધા સત્યે જાણેકે વિશ્વના અગણિત રોગો બની રહ્યા છે. જે લોકોને વિભાજિત કરે છે.
( The book of life ‘ માંથી સાભાર )

Social