સાઉથ બોપલમાં પીકઅપ ડાલામાં ઈંગ્લીસ દારૂ લઇ જતાં 5 શખ્સોને LCBએ ઝડપી લીધાં : ગુપ્ત ખાનામાં દારૂ છુપાવ્યો હતો

અમદાવાદ ગ્રામ્યમાં દારૂની વાહનોમાં હેરાફેરી થતી હોવાની બાતમી આધારે સાઉથ બોપલમાં ફાયર સ્ટેશન પાસે રોડ પર LCB ટીમે વોચ ગોઠવી પીકઅપ ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂ ભરીને જતાં 5 શખ્સોને પકડ્યા હતા. રેડ કરી રૂ.9.39 લાખનો મુદ્દામાલ LCBએ જપ્ત કર્યો છે.

    પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય LCB PI આર.એન.કરમટીયા એલ.સી.બી.

નાઓના માર્ગદર્શન હેઠળ PC પ્રદિપસિંહ રાઠોડ તથા PC અજીતસિંહ પઢેરીયાને મળેલ સંયુક્ત બાતમી આધારે તાત્કાલિક સાઉથ બોપલ ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર વોચ ગોઠવીને એક સફેદ કલરની મહીન્દ્રા પીક- અપ ડાલુને રોકી તપાસ કરતા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-173 કિ.રૂ. ૧,૦૭,૭૮૫/- તથા ઇંગ્લીશ દારૂ ભરેલ બોલેરો પીકઅપ નુ પાયલોટીંગ કરનાર સફેદ કલરની મારૂતિ વેગેનાર ગાડી સાથે (૧) લાધારામ સ/ઓ ભારમલરામ આઇદાનરામ દેવાસી (રબારી) ( રાજસ્થાન) (૨) ક્રિષ્ણકુમાર ઉર્ફે કરશન સ/ઓ જાલારામ ઓખારામ દેવાસી (રબારી) (રાજસ્થાન) (૩) અલ્તાફ ઉર્ફે મુન્નો સ/ઓ હાસમભાઈ જુસબભાઈ ફકિર (ધાંગધ્રા સુરેન્દ્રનગર) (૪) એઝાઝ ઉર્ફે એઝુ સ/ઓ મયુદ્રીન કાળુભાઈ કુરેશી (ધાંગધ્રા) (૫) રવિરાજસિંહ ઉર્ફે રવિન્દ્રસિંહ સ/ઓ દાદુભા ખીમાજી જાડેજા ( નાંદાગામ તા.રાપર જી.-કચ્છ ભુજ)ને પકડી કુલ રૂ.9.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી LCB ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social