અમદાવાદમાં આત્મહત્યા કરનારી મહિલા પોલીસ કોન્સ્ટેબલના પ્રેમીએ પણ ગળેફાંસો ખાધો

અમદાવાદ શહેરમાં ગત 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું હતું અને પોલીસે પ્રેમી સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરીકરી હતી. કોન્સ્ટેબલના પ્રેમીએ અમદાવાદની પાલડીની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જે મામલે એલીસબ્રિજ પોલીસેને જાણ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Social