સાણંદના છારોડી પાસે યુવક પર ફાયરિંગ કરનાર ઈસમ વિરોચનગર ગામેથી હથિયાર સાથે પોલીસે પકડાયો

સાણંદના છારોડી સ્ટેશન સામે હાઇવે પર કડીના 22 વર્ષીય યુવક પર સગાઇ તૂટવાનું મનદુઃખ રાખી યુવતીના ભાઈએ ફાયરિંગ કરતા યુવકને ઈજાઓ થતા તેના મિત્રો સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અને ફાયરિંગ કરી યુવતીનો ભાઈ ફરાર થયો હતો તેને જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં સાણંદના વિરોચનનગરની સીમમાંથી પકડી લઈ હથિયાર કબ્જે કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડી ખાતે રહેતા 22 વર્ષીય ફરદીન દીલાવરખાન પઠાણની કડી ખાતે રહેતા અરમાન ફકરીમહમંદ કુરેશીની બેન સાથે સગાઇ થઇ હતી અને સગાઇ તૂટી ગઈ હતી. સગાઇ બાબતેનુ મન દુખ થતાં જેનુ સમાધાન કરવાના માટે ગત મંગળવારે બપોરે ફરદીનને સાણંદ જી.આઇ.ડી.સી.ગેટ 2 નજીક સાણંદ વિરમગામ હાઇવે રોડ ઉપર અરમાન ઉર્ફ રાજા ફકીરમહંમદ કુરેશી (રહે. કડી મૂળ રહે.ગોવિંદપુરા તા.કડી), આરિફભાઇ અકબરભાઇ પઠાણ (રહે.વીરોચનનગર)ગાડી લઇ આવી ફરદીન દીલાવરખાન પઠાણ સાથે ઝઘડો કરી અરમાન ઉર્ફ રાજાએ તમંચા વડે ફાયરીંગ કરતા ફરદીન પઠાણને માથામાં તથા શરીરે અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને ફાયરિંગ કરી આરોપીઓ ગાડી લઇ ફરાર થયા હતા. જ્યારે યુવકને તેના મિત્રોએ સારવાર માટે ખસેડયો હતો. ઇજાગ્રસ્ત યુવકના પિતાએ સાણંદ જીઆઈડીસીમાં ફરિયાદ નોંધાવી હતી.
GIDC PI જે.આર.ઝાલાએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન રીસોર્સ તથા ટેકનોલોજી મદદથી સાણંદના વિરોચનનગર ગામની સીમમાથી અરમાન ફકીરભાઇ સિપાહીને ફાયરિંગ કરેલ હથીયાર સાથે પકડી લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Social