અમદાવાદ ના દાણીલીમડામાં ફ્લેટ માં આગ લાગતા 27 લોકોને રેસ્ક્યુ કરાયું

અમદાવાદમાં આવેલ દાણીલીમડા ગામે પટેલ વાસમાં સખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઇલેક્ટ્રીક પેનલ અને પાર્ક એક્ટિવા માં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ધુમાડા ના કારણે ફ્લેટ માં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, ફાયર બ્રિગેડની ટીમે 27 જેટલા વ્યક્તિઓને જેમાં સગર્ભા સ્ત્રી, વૃદ્ધ વ્યક્તિઓ, બાળકોને રેસ્કુ એક્સટેન્સન લેડર મારફતે અને ઇમારતના પેસેજમાં થી બચાવાયા હતા. જયારે એક મહિલા અને તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Social