ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં દારૂની હેરાફેરી કરી રહેલ એક મહિલા પેસેન્જર તેમજ અન્ય બે ઇસમોને દબોચી લીધા

 મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઠલવાઈ રહ્યો છે જે હાઇવેના રસ્તાથી અલગ અલગ શહેરમાં પહોંચે છે. જિલ્લામાં મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી થાય છે જેને રોકવા માટે સતત પોલીસ પેટ્રોલિંગ અને છાપા મારી કરીને દારૂનો જથ્થો ઝડપી પાડે છે. ત્યારે ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં દારૂની હેરાફેરી કરી રહેલ એક મહિલા તેમજ અન્ય બે ઇસમોને દબોચી લીધા હતા.
   ગાંધીનગર એલસીબી ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી પેસેન્જર તરીકે એક મહિલા તેમજ અન્ય ઈસમો હિંમતનગર રોડ તરફથી ચિલોડા સર્કલ તરફ પસાર થનાર છે જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત સ્થળે વોચમાં ગોઠવાઈ ગયા હતા દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા તેને અટકાવવામાં આવી હતી અને રિક્ષામાં બેસેલ સ્વરૂપ રમેશલાલ મેઘરાજાની, મહેક સ્વરૂપ રમેશલાલ મેઘરાજાની તથા કમલેશ બાબુલાલ રાઠોડને ઝડપી લીધા હતા ત્યારબાદ રીક્ષાની અંદર તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 123 નંગ બોટલો જેની કિંમત 16,966 તથા રીક્ષાની કિંમત 25,000નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સ્ટાફના માણસોએ દારૂ અંગે આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેને દારૂનો જથ્થો શામળાજી ખાતે રહેતા કાલુ નામના ઇસમે આપ્યો હોવાનું કબુલ્યું હતું.
Social