સાણંદમાં બસ અથડાતા ખાનગી બસ ચાલકને ઠપકો આપતાં લોખંડની પાઇપ વડે યુવક પર હુમલો કર્યો

સાણંદ શહેરના બાવળા રોડ પર રાત્રે પતિ પત્ની ચાલવા નીકળ્યા હતા ત્યારે ખાનગી બસ અથડાતાં ચાલકને ઠપકો આપતા પતિ પર લોખંડની પાઇપ વડે હુમલો કરતાં સગમ્ર બનાવને લઈને સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પિંપણના એક ઈસમ સામે ગુનો નોંધયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરમાં ગણેશપાર્ક સોસાયટીમાં 21 વર્ષીય જયપાલસિંહ રઘુભા રાણા પરિવાર સાથે રહે છે. 11 માર્ચે રાત્રે પોણા બારેક વાગ્યેના સુમારે જયપાલસિંહ અને તેઓના પત્ની બંને જણા સોસાયટીથી ચાલવા નીકળેલા અને સોસાયટી પસાર કરતા હતા તે દરમ્યાન એક ખાનગી કંપનીના બસ ચાલકે તેની બસ પતિ પત્નીને અથડાતા પતિ પત્નીએ બસ ડ્રાઇવરને ઉભો રાખી કહેલ કે તમો બસ વ્યવસ્થિ ચલાવો હમણા અમને વાગેત એમ કહેતા બસ ડ્રાઇવર નીચે ઉતરી બંને ગાળો બોલવા લાગ્યો જેથી જયપાલસિંહએ ગાળો બોલવાની ના પાડતાં બસ ડ્રાઇવરે લોખંડની પાઈપ લઈને જયપાલસિંહને માથામા મારતા તેઓ બે ભાન થઇ નિચે પડી ગયા હતા.અને ચાલકે જાનથી મારી નાખવાની ધમકી આપી બસ લઇ જતો રહ્યો હતો, ઇજાગ્રસ્ત જયપાલસિંહને તેઓની પત્નીએ સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
બનાવ અંગે જયપાલસિંહ રઘુભા રાણાએ સાણંદ પોલીસમાં બસ ચાલક વનરાજ જીવણભાઈ (રહે.પીંપણ) વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

Social