અમદાવાદના જુહાપુરામાં મેટ્રો મેન્સન ફ્લેટમાં લાગી ભીષણ આગ, 200થી વધુ લોકોને બચાવાયા

અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાના મોટા સમાચાર સામે આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં આવેલ મેટ્રો મેન્સન ફ્લેટના પાર્કિંગમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી,આગની જાણ ફાયર બ્રિગેડને થતા સત્વરે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં ફસાયેલા 200થી વધુ લોકોને બચાવ્યા હતા અને આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. ભીષણ આગમાં 40 વાહનો બળીને ખાખ થઇ ગયા છે,
નોંધનીય છે કે અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગી હતી. જે પછી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. આગના બનાવને લઇને ફ્લેટમાં દોડધામ મચી ગઇ હતી,ચોમેર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો,જોકે આ આગમાં બેઝમેન્ટમા પાર્ક કરેલા 40 થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જોકે પ્રાથમિક તપાસમાં આ આગ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.ચીફ ફાયર વિભાગના અધિકારી જયેશ ખાડિયાના જણાવ્યા અનુસાર આ ફ્લેટ 5 માળનો છે. ફાયરનો કોલ મળતા જ રેસિડેન્સીયલ એરિયા હોવાથી ત્રણ ગાડીઓ મોકલી હતી. ત્રણ ટીમોમાંથી એક ટીમે આગ બુઝાવતી હતી, બીજી ટીમ રેસ્ક્યૂ કરતી હતી. ત્રીજી ટીમ લોકોના ડર પર કાબુ મેળવવીને તેમને સમજાવવા માટે પહોંચી હતી.વેજલપુરે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social