સાણંદના ખીચા ગામે મકાન રાખેલ ઈંગ્લીસ દારૂના જથ્થા સાથે એક યુવક પકડાયો

સાણંદ પોલીસના પો.કો.ભરતભાઈ વિજયભાઈ ડાભી,હે.કો.ગોપાલભાઈ મીઠાભાઈ અને હે.કો. નિરંજનભાઈ ગોવિંદભાઈને બાતમી મળેલ કે સાણંદ તાલુકા ખીચા ગામ ખાતે રહેતા હાર્દિકભાઇ વિષ્ણુભાઇ વાઘેલા (કો.પટેલ) તેના ઘરે ચોરી છુપેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનુ વેચાણ કરે છે અને હાલમાં પણ વેચાણ ચાલુ છે. જેથી સાણંદ પોલીસ ટીમે ખીચા ગામના મેઘાણીવાસમાં બાતમી વાળા સ્થળે રેડ કરી હતી. અને પોલીસે ઘરની અંદર તપાસ કરતા ઘરની ઓસરીના ખુણાના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 42 બોટલો (કિ.રૂ.4200) મુદ્દામાલ સાથે 20 વર્ષીય હાર્દિકભાઇ વિષ્ણુભાઇ વાઘેલાની સાણંદ પોલીસે અટકાયત કરીને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

Social