સાણંદના ખોરજ ગામે ઈસમને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા ખંજરથી 2ભાઈ પર હુમલો

સાણંદના ખોરજ ગામે એક પાર્લર આગળ ગામનો જ ઈસમ ગોળો બોલતા ઈસમને ઠપકો આપતા ઇસમે બે યુવકો સાથે ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી ખંજરથી હુમલો કરતાં બંનેને ઇજાઓ થઈ હતી બનાવ અંગે સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધયો છે.
સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સાણંદના ખોરજ ગામે જગદીશભાઈ વિશાભાઈ ઠાકોર પરિવાર સાથે રહે છે અને ગામના રસ્તા પર પાન પાર્લર ચલાવે છે. સાંજના તેઓ અને પાન પાર્લરની બાજુમા બેઠા હતા ત્યારે ગામના મેહુલભાઈ કાનાભાઈ સેનવા ગલ્લા આગળ ગાળો બોલતા હતા ત્યારે જગદીશભાઈની પત્નિ બહાર પાણી ઢોળવા નીકળેલ જેથી જગદીશભાઈએ આ મેહુલભાઈને કહેલ કે અહીંયા બાજુમાં મારૂ મકાન આવેલ છે અને અમારા ઘરે મારા પત્નિ તથા મારા માતાને એ બધા રહેતા હોય તમે ગાળો ના બોલશો તેવું કહેતા આ મેહુલભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ વધુ ગાળો બોલવા લાગેલ જેથી જગદીશભાઈએ સમજાવવા છતા આ મેહુલભાઈ માનેલ નહી અને જગદીશભાઈએ તેઓના મોટાભાઈ બળદેવભાઈ વીસાભાઈ ઠાકોરને ફોન કરી જાણ કરતાં મેહુલ ત્યાંથી જતો રહ્યો હતો અને બળદેવભાઈ ઘરે આવતા બનાવ અંગે વાત કરતાં જગદીશભાઈ અને બળદેવભાઈ બંને આ મેહુલભાઈ સેનવાના ઘરે તેઓને ઠપકો આપવા જતા હતા તે વખતે આ મેહુલભાઈ ગામમાં ઉભેલ હતો અને મેહુલને ઠપકો આપતા મેહુલભાઈ ઉશ્કેરાઈ જઈ જગદીશભાઈ સાથે ઝપાઝપી કરી પેન્ટના કમરાના ભાગેથી ખંજર (છરી) કાઢી જગદીશભાઈ પર ઘા કરતા ઇજા થઈ હતી અને બીજો ખંજરનો ઘા મારવા જતા બળદેવભાઈ વચ્ચે પડતા ઝપાઝપી દરમ્યાન બળદેવભાઈને ખંજર વાગતા ઇજા થઈ હતી અને જગદીશભાઈએ બુમા બુમ કરતા ગામના લોકો દોડી આવતા મેહુલભાઇ હાથમા ખંજર લઇ નાશી ગયો હતો અને બંને ભાઈઓને સારવાર માટે 108 મારફતે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
બનાવ અંગે જગદીશભાઈ વિશાભાઈ ઠાકોરએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં ખોરજ ગામના મેહુલભાઈ કાનાભાઈ સેનવા સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી દાખલ કર્યો છે.

Social