બાવળામાં ઇકો ગાડીના ચોરેલા ટાયર વેચવા ફરતા 3યુવકો પકડાયા, ટાયર અમદાવાદ શહેર માંથી ચોરી કરી હોવાનું ખુલ્યું

અમદાવાદ શહેરના અગલ અગલ વિસ્તારમાં પાર્ક કરેલ ઇકો ગાડીના ટાયરો ચોરી કરી બાવળા વિસ્તારમાં વેચવા માટે ગાડી માં ફરતા ધોળકાના 3 યુવકોને બાવળા પોલીસે બાતમી આધારે રૂ.1.17 લાખના મુદ્દામાલ સાથે પકડી યુવકો કેટલા સમયથી ગાડીના ટાયર ચોરી કરી ક્યાં કોને કોને વેચાણ આપતાં હતા તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર બાવળા પોલીસ સ્ટેશનના સ્ટાફને  બાતમી હકિકત મળેલ કે, ભાવેશભાઇ ઠાકોર તથા દિપકકુમાર દુલેરા તથા ધીરજકુમાર ઠાકોર નામના ત્રણ ઇસમો ચોરી કરેલ નવા બીલ વગરના ટાયર લઈને બાવળા રૂપાલ ચોકડી ખાતે ભેગા થયેલ છે અને વેચવા માટે ફરે છે.’’ જેથી બાવળા પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરતા લોખંડની સ્ટાપડી સહિત ટાયરો 10 નંગ તથા એક કાર  સહીત અન્ય મળી  કુલ કિ.રૂ.૧,૧૭,૦૧૦/-નો મુદામાલ કબ્જે કરી રેઈડ દરમિયાન  ભાવેશભાઇ ગોપાલભાઇ  ઠાકોર (ઉ.વ.૨૫ રહે.ધોળકા), દિપકકુમાર ભાઇલાલભાઇ દુલેરા (ઉ.વ.૨૧ નેસડાગામ તા.ધોળકા),  ધીરજકુમાર દશરથભાઇ ઠાકોર (ઉ.વ.૨૪ રહે.ધોળકા) વિરુધ્ધ Cr.P.C. કલમ-૪૧(૧)(ડી), ૧૦૨ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
Social