સનાથલ સર્કલ પાસેથી રિક્ષામાં લઈ જવાતો દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

ચાંગોદર પોલીસની ટીમને બાતમી મળે કે નવાપુરા થી સરખેજ તરફ એક CNG રીક્ષામાં દેશી દારૂ ભરીને નિકળનાર છે, જેથી ચાંગોદર પોલીસની ટિમ સનાથલ સર્કલ પાસે વોચમાં હતી. દરમ્યાન બાતમી CNG રીક્ષા સનાથલ સર્કલ પાસે પહોંચતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. પોલીસે દોડીને રિક્ષા સીધી કરી ચાલક નવીનભાઈ સરદારભાઈ ઠાકોર (રહે.બાવળા)ને ઝડપી લઈ રીક્ષામાં પાછળની સીટમા એક સ્પીકર લગાવવા માટેનું લાકડાનુ બોક્સમાં તપાસ કરતા 96 લિટર દેશીદારૂ મળી આવતા દારૂ કિંમત રૂ.1920 સહિત અન્ય મળી રૂ.56,0920નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષા ચાલક નવીનને આ દારૂ ક્યાથી લાવ્યો છે તે પુછતા દારૂ સંજયભાઈ ભરતભાઈ ચુનારા (રહે. થેપતપુરા વિસલપુર તા.દસક્રોઈ)એ રીક્ષામા ભરાવેલ જણાવેલ અને આ દારૂ કિશનભાઇ બચુભાઇ ચુનારા (હાલ રહે. અમદાવાદ સેટેલાઇટ મુળ રહે.મટોડા)ને આપવા જતો હોવાનું ખૂલતાં ચાંગોદર પોલીસે રિક્ષા ચાલક નવીનભાઈ સરદારભાઈ ઠાકોર, સંજયભાઈ ભરતભાઈ ચુનારા, કિશનભાઇ બચુભાઇ ચુનારા સામે ગુનો દાખલ કર્યો છે.

Social