Breaking News

અમદાવાદના એલિસબ્રિજ નીચે ગાદલા બનાવતી દુકાનમાં આગ ભભૂકી : બે ફાયર ફાયટર ઘટના સ્થળે

અમદાવાદ શહેરના એલિસબ્રિજ નીચે આવેલી દુકાનની અંદર બપોરના સમયે એકાએક આગ લાગતા દુકાનની આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી, આગ ઉપર પાણીનો મારો ચલાવી ઉપર કાબુ મેળવી લીધો છે.

    બુધવારે બપોરે અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન સામે બ્રિજ નીચે એક દુકાનમાં એકાએક આગ ભભૂકી હતી. દુકાનમાં ગાદલા બનાવાની કામગીરી કરવામાં આવતી હતી. આગ લાગતા ધુમાડા થતા આસપાસ ના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોએ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા AMCના બે ફાયર ફાયટર, અધિકારી સહીત 15 લોકોની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અનવર હુસેન અજમેરીની દુકાનમાં આગ લાગતા રૂ, કાપડ, રાદલા,ઓશીકા ફર્નિચર રજાઈ વગેરે આગની ઝપેટમાં આવતા અંદાજિત રૂપિયા 2 લાખનું નુકસાન થયું હોવાનું ફાયર વિભાગના સૂત્રોએ કહ્યું છે. હાલ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે, સમગ્ર મામલે ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે.
Social