Breaking News

સાણંદના દોદર થી વિરોચનનગર રોડ વચ્ચે બાઈક ચાલકનુ શ્વાનની અડફેટે મોત

સાણંદના દોદર ગામના વતની ગામાંથી બાઈક લઈ વિરોચનગર ગામ તરફ જતા હતા ત્યારે નર્મદા કેનાલ થી આગળ બાઈક સાથે શ્વાન અથડાતા ચાલકનું મોત થયું હતું.

  પ્રાપ્ત માહિતી મુજબ સાણંદના દોદર ગામ પરિવાર સાથે રહેતા 45 વર્ષીય કાનાભાઇ વીઠાભાઇ મકવાણા ગામથી બાઈક લઈને વિરોચનનગર ગામ તરફ જતા હતા ત્યારે બાઈક સાથે કુતરૂ વચ્ચે આવી જતા બાઈક સ્લિપ ખાઇ જતા ચાલક નીચે પડતા ઈજાઓ થઈ હતી. અને લોકોના ભેગા થઇ જતા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તને સારવાર માટે સાણંદ સી.એચ.સી ખાતે ખસેડ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સમગ્ર મામલે GIDC પોલીસે તપાસ હાથ ધરી છે.
Social