સાણંદ શહેરમાં કારની અડફેટે પાલતુ શ્વાનનું મોત થતાં ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

સાણંદ શહેરના એકલિંગીજી રોડ પર ફરવા માટે લઈને નીકળેલ પાલતુ શ્વાન સાથે એક કાર ચાલકે અકસ્માત કરતાં શ્વાનને ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શ્વાનના માલિકે કાર ચાલક સામે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરમાં એકલીગજી રેસીડેન્સી ખાતે રહેતા 31 વર્ષીય પીયુશભાઈ શીવશંકર ટેલર સાણંદ જી.આઈ.ડી.સી ખાતે આવેલ ખાનગી કંપનીમા એચ.આર મેનેજર તરીકે નોકરી કરે છે. અને તેઓ એક કટુન-ડી ટુલીયર ડોગ (વિદેશી) ઘરે રાખે છે, 17 માર્ચના રોજ સાંજે પીયુશભાઈ અને તેઓની માતા બંન્ને જણા તેઓના ઘરેથી 10 વર્ષીય કટુન-ડી ટુલીયર ડોગને ફેરવવા માટે નીકળેલ હતા અને ફરતા ફરતા સાંજના એકલીંગજી રોડ દાદાની બેઠક સામે આવેલ ટી.પી રોડ ઉપર જતા હતા, ત્યારે એક ફોર વ્હીલ ગાડીના ચાલકે તેની ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી કટુન-ડી ટુલીયર ડોગની સાથે એકસીડન્ટ કરતાં ડોગને ઇજા થતાં પીયુશભાઈએ ડોગને સારવાર માટે તાત્કાલીક સાણંદના ખાનગી પેટ કલીનીક ખાતે સારવાર માટે લઇ ગયેલ હતા, જ્યાં ર્ડોકટરે તપાસ કરતા ડોગને મરણ જાહેર કર્યો હતો. બીજી બાજુ ડોગની સાથે એકસીડન્ટ કરી ફોર વ્હીલ ચાલક ફરાર થઈ જતાં પીયુશભાઈએ સી.સી.ટી.વી તપાસ કરી ગાડીના નંબર આધારે સાણંદ પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Social