Breaking News

અમદાવાદના કૃષ્ણનગરમાં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ લાગી, શહેરમાં 6 કલાકમાં 2 આગની મોટી ઘટના

અમદાવાદ શહેરના સૈજપુર કૃષ્ણનગર ખાતે આવેલ મહાવીર હાર્ડવેર સ્ટોર્સમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી. દુકાનની આસપાસના વેપારીઓ ચિંતામાં મુકાયા હતા, . જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી નાખ્યું હતું. આગના ધુમાડાના ગોટે ગોટા દુર સુધી દેખાવા લાગ્યા હતા. આગ અંગે ફાયર વિભાગને જાણ કરતા AMCની અગ્નિશામક દળની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. દુકાનના માલિકને મોટા પાયે આર્થિક નુકશાનનું અનુમાન છે, આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જણાઈ શકાયું નથી. ફાયર વિભાગના હાલ આગને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધર્યા છે. ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી.

  બપોરે સરખેજમાં ધોળકા અમદાવાદ રૂટની ST બસમાં આગ લાગી હતી

 આજે અમદાવાદમાં બે મોટી આગના બનાવ બન્યા છે. જેમાં શનિવારે બપોરે ધોળકા અમદાવાદ રૂટની બસ અમદાવાદ થી મુસાફરો ભરી ધોળકા જતી હતી ત્યારે સરખેજ પોલીસ સ્ટેશન પાસે રોડ પર એકાએક આગ લાગતા ST બસનો ચાલક સહીત મુસાફરો સલામત રીતે બહાર નીકળી હતા જાનહાની ટળી હતી. જો કે આગ લાગતા બસ બળીને ખાખ થઈ હતી, આમ 6 કલાકમાં આગના બે મોટી ઘટના અમદાવાદ બની છે.
Social