સાણંદના તાલુકામાં BSF અને સ્થાનિક પોલીસે લોકસભા ચૂંટણીને લઈ ફ્લેગ માર્ચ યોજી

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાણંદ તાલુકાના અલગ અલગ 3 પોલીસ સ્ટેશન વિસ્તારના 22 ગામોમાં BSFના જવાનો સાથે સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી.
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાણંદ, ચાંગોદર અને સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે BSF દ્વારા તાલુકાનાં માણકોલ, કુંવાર, ગોરજ,વસોદરા,નવાપુરા, કોલટ, સનાથલ, શાંતિપુરા, મટોડા, સરી, મોડાસર, લોદરિયાલ, ડરણ, મોરૈયા, ચાંગોદર , છારોડી, કલાણા, વિરોચનગર, ઝોલાપુર, ખોરજ, રેથલ, દદુકા ગામના વિસ્તાર અને સંવેદનસીલ બુથ પરના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.

Social