ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલે સાણંદ થી પ્રચારના શ્રી ગણેશ કર્યા

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગે ચુક્યા છે ત્યારે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર સોનલબેન પટેલની પ્રચાર સભા સાણંદની જામળીયા પાટીદાર વાડીમાં, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિન પ્રમુખ અમરસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.

આ સભામાં ઉમેદવાર સોનલબેન પટેલ, ઉમાકાંત માકડ, હરિભાઈ ભરવાડ, રમેશભાઈ કો પટેલ, પંકજ સિંહ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહી સોનલબેન ને વિજયી બનાવવાની અપીલ કરી હતી. આગેવાનોએ ભાજપના શાસનમાં વધેલી બેકારી મોંઘવારી, અરાજકતા અને તાનાશાહી પર આકરા પ્રહાર કરી ભાજપની શાસન નીતિને વખોડી કાઢી હતી. કાર્યક્રમમાં ધોલેરા તાલુકાના સક્ષમ આગેવાન ઠાકરશીભાઈ સવશીભાઈ રાઠોડ તથા વજુભાઈ સોઢી, તેમજ તેમની સાથે આવેલા સો જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. અમરસિંહ સોલંકી સહિત ના આગેવાનો દ્વારા કોંગ્રેસના ખેસ ધારણ કર્યા હતા આનાથી ધંધુકા વિસ્તારમાં કોંગ્રેસને મજબૂતાઈ મળશે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી. સભાનો સંચાલન કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલાએ કર્યું હતું.

Social