મહેસાણાની માનવઆશ્રમ ચોકડી પરથી 5 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક પકડ્યો

      વિસનગર તાલુકાના સવાલા ગામેથી ગાંજાનો જથ્થો લઈ બહુચરાજી પાસેના વણોદ ગામે જઇ રહેલા રિક્ષાચાલકને મહેસાણા એસઓજીની ટીમે માનવ આશ્રમ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસે 4.985 કિલોગ્રામ ગાંજો અને રિક્ષા મળી રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સો સામે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી

          મહેસાણા SOGની ટીમને બાતમી મળી હતી કે, રિક્ષામાં એક શખ્સ વનસ્પતિજન્ય ગાંજાના જથ્થાની હેરાફેરી કરી વેચાણ કરવા મહેસાણા માનવ આશ્રમ ચોકડીથી જીઇબી તરફ નીકળનાર છે. જેને આધારે પીઆઇ વિનોદ વાણીયા અને પીએસઆઇ એમ.એ.જોશી સહિતની ટીમે અમનપાર્ક સોસાયટી નજીક વોચ ગોઠવી પસાર થઈ રહેલી રિક્ષાને કોર્ડન કરી ઊભી રખાવી હતી. તેની તલાસી લેતાં ડ્રાઇવર સીટના આગળના ભાગે કપડાના થેલામાંથી 4.985 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. રિક્ષામાં ગાંજો લઈને જઈ રહેલા સમીરશા અબ્દુલશા ફકીર (રહે.વણોદ)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે રિક્ષા રોજ પર ભાડેથી ફેરવતો હોવાનું અને વણોદ ગામે મળેલ ઝાકીર નામના શખ્સે એક મોબાઈલ નંબર આપી વિસનગરના સવાલા ગામે જઈ એ ફોન કરજે અને તે વ્યક્તિ જે માલ આપે તે લઈ વણોદ ગામે આવીને તેને ફોન કરવાનું કહ્યું હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂ.49,850નો ગાંજો, રિક્ષા અને મોબાઇલ મળી રૂ.2,51,850 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એ ડિવિઝન પીઆઇ રોમા ધડુકે હાથ ધરી ગાંજાનો જથ્થો આપનાર સવાલાના શખ્સની અને મંગાવનાર ઝાકીરની ધરપકડ માટે તજવીજ કરી છે.
Social