સાણંદના મોરૈયાના બંધ મકાનમાં ધોળાદિવસે ચોરી કરનાર 2 ઈસમોને LCBએ પકડ્યા, બન્નેએ ધોળકામાં પણ ચોરી કરી હતી.

10 દિવસ અગાઉ સાણંદના મોરૈયા ગામે વાઘેલા પાર્ક સોસાયટીના મકાનમાં મહિલા કપડાં ધોવા માટે મકાન બંધ કરીને તેઓના જેઠના ત્યાં ગયા તે દરમ્યાન તિજોરીમાંથી કિં.રૂ.1,66,500ની મતાની ચોરી થઇ હતી. દક્ષાબેનએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

  જેમાં અમદાવાદ ગ્રામ્ય LCB ટીમને બાતમી મળતા અમદાવાદના વટવામાં રહેતો અને મૂળ સાબરકાંઠાના ઝાકિરઅલી ઉર્ફે ચુહો અઝીઝભાઈ શેખ અને અમદાવાદના ખાનપુરમાં રહેતો સત્તાર અલ્લારખા ભટ્ટી ( મૂળ રહે. કવકુકરીગામ તા.મોડાસા)ને પકડી કડક પુછપરછ કરતાં પકડાયેલ બન્ને ઈસમોએ 19 માર્ચે ધોળકાની ગાયત્રીનગર સોસાયટીના બંધ ઘરમાં અને 21 માર્ચે સાણંદના મોરૈયામાં અને ધોળાદિવસે ચોરી કરી હોવાનું કબુલ્યું હતું જેને લઈને ગ્રામ્ય LCBએ ટીમે વધુ તપાસ હાથ ધરી છે
Social