Breaking News

સાણંદ શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ખુલ્લામાં પડેલ સ્ક્રેપના ઢગલામાં આગ લાગી

સાણંદ શહેરના વિરમગામ બાયપાસ ચોકડી પાસે આવેલ રિલાયન્સ પંપ નજીકમાં ખુલ્લામાં પડેલ સ્ક્રેપના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પેટ્રોલ પંપ નજીક હોવાથી આગ લાગતા આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સાણંદ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

 સાણંદના બાયપાસ પાસે આવેલ વિરમગામ હાઇવે પર રિલાયન્સ પંપની નજીક ખુલ્લામાં પડેલ સ્ક્રેપમાં એકાએક અગમય કારણસો આગ ભભૂકી હતી. જોતા જોતમાં આગ વધતા તેના ધુમાડાના ગોટેગોટા થવા પામ્યા હતા. આગની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે આવી  આગ પાણીનો મારો ચલાવ્યો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.
Social