સાણંદના ઇયાવા પાસે ટેન્કર પાછળ કન્ટેનર ભટકાતાં ડ્રાઈવરને ગંભીર ઇજાઓ

સાણંદના ઇયાવા પાસે હાઇવે પર ટેન્કરની પાછળ પુર ઝડપે જતાં એક કન્ટેનર ભટકાતાં તેના ડ્રાઈવરને ઇજાઓ પહોચી હતી. હાઇવે પર અકસ્માત થતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
મુદ્રા બાજુથી સાણંદ તરફ આવતા ઇયાવા ગામ પાસે હાઇવે પર ટેન્કરની પાછળ એકાએક કન્ટેનર ભટકાતાં તેના ડ્રાઈવરને ઇજાઓ પહોચી હતી. મુખ્ય હાઇવે હોવાથી અકસ્માત થતાં ટ્રાફીમ જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તાત્કાલિક દોડી જઈ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને કન્ટેનરમાંથી કાઢી સારવાર માટે 108 દ્વારા ખસેડાયો હતો.

Social