તસ્વીર ગોપાલ મકવાણા: મટોડા પાસે ડમ્ફરે કારને અડફેટે લઈ 400 મીટર ઢસેડી, કાર માં સવાર 3નો આબાદ બચાવ

ભાવનગરથી દિપેંદ્રસિંહ દેવીસિંહ રાઠોડ અને તેઓના મીત્ર પ્રવીણભાઈ રમેશભાઇ ચોહાણ તથા હીતેશભાઈ ઠાકરશીભાઈ ખડેલાઓ એમ 3 મિત્રો કાર લઈને અમદાવાદ ખાતે પ્રસંગ જતાં હતા તે દરમ્યાન બાવળા સરખેજ હાઇવે પર મટોડા પાટિયા પાસે બેફામ રીતે હંકારતા ડમ્ફર ચાલકે કારને અડફેટે લઈ કારને ૪૦૦ મીટર સુધી ઢસેડી હતી. સદનસીબે કારમાં સવાર ત્રણેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે ચાંગોદર પોલીસમાં ડમ્ફર ચાલકે ફરિયાદ નોંધાઈ છે.

બાવળા સરખેજ હાઇવે પર ગામો પણ આવેલા તેમજ GIDC એકમો પણ આવેલ છે અને આ હાઇવે પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ લોકોનો જીવ પણ જાય છે તો કોઈને ઈજાઓ થવા પામે છે ઉલેખનીય છે કે રોડ પર માતેલા સાંઢની માફક દોડતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસની ટ્રાફિક પાંખ દ્રારા લાલ આંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

Social