ધોળકા હાઇવે પર વાલથેરા ગામ પાસે ડમ્ફર ચાલકે ટ્રેક્ટરને ટક્કર: ધોળકા હાઇવે પર વાલથેરા ગામ પાસે ડમ્ફર ચાલકે ટ્રેક્ટરને ટક્કર

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ધોળકા હાઇવે પર વાલથેરા ગામની પાસે માટી ભરીને બેફામ માતેલા સાંઢ માફક જતાં એક ડમ્પરના ચાલકે હાઇવે પર જતાં ટ્રેક્ટર ટ્રોલીને એકાએક ટક્કર મારતા અકસ્માત સર્જયો હતો. અકસ્માત થતા આસપાસથી લોકોના ટોળા ઉમટી પડયા. ટ્રેક્ટર ચાલક ઇજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા જેમાં ટ્રેક્ટર ચાલક કોઠ ગામ ના હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. રોડ પર બેફામ જતાં વાહન ચાલકો વિરુદ્દ કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.

Social