સાણંદના કુંડલ પાસે અકસ્માતમાં આધેડના મોત કેસમાં GIDC પોલીસે ચાલકને પકડવા તપાસ હાથ ધરી

વિરમગામનાં શાહપુર ગામના 55 વર્ષીય રામસંગભાઈ ઈશ્વરભાઈ શાપરા તેઓના ઘરેથી કોઈ કામ અર્થે માણકોલ જવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન સાણંદના નળ સરોવર રોડ પર આવેલ કુંડલ ગામ પાસે રામસંગભાઈ ઈશ્વરભાઈ શાપરા રોડ ક્રોસ કરવા જતાં કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના અંગે સ્થાનિકોને જાણ થતાં 108 એમ્બ્યુલ્સ મારફતે સારવાર માટે સાણંદ ખસેડયા હતા. અને સ્થાનિકોએ રામસંગભાઈના પરિવારને અકસ્માત અંગે જાણ કરી હતી ત્યારે રસ્તામાં રામસંગભાઈ ઈશ્વરભાઈ શાપરાનું મોત થતાં તેઓની લાશને પીએમ અર્થે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. ઘટનાને લઈને મૃતકના પુત્ર વિષ્નુભાઈ રામસંગભાઈ શાપરાએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. નળ સરોવર રોડના માર્ગ પર બેફામ જતાં વાહન ચાલક વિરુદ્ધ લાલ આંખ કરવા લોક માંગ ઉઠી છે.

Social