સુરત જિલ્લામાં ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસની ચોરી ઝડપાઇ

સુરત જિલ્લામાંથી ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી સીલ ખોલી ગેસની ચોરી ઝડપાઇ છે. સુરત જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડી ગુજરાતના સૌથી મોટા ગેસ રિફિલિંગ ચોરીનું કૌભાંડ પકડ્યું છે. ઓલપાડના માસમાં ગામે આવેલી એક ગેસ એજન્સીમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડતાં ખાનગી એજન્સીના માણસો ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસ રિફિલ કરી ચોરી કરી રહ્યા હતા.
પોલીસે 4 ઈસમોને પકડી અટકાયત કરી આશરે 887 જેટલા ખાલી અને ભરેલા નાના મોટા ગેસની બોટલો, 4 જેટલી ગેસ રિફિલ કરવાની પિન, 2 વજન કાંટા તેમજ એજન્સીના 8 જેટલા વાહનો જપ્ત કરી આશરે 25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.

Social