થર્ટી ફર્સ્ટ પહેલા | મોરૈયા હાઇવે પર બોલેરો માંથી ઈંગ્લીસ દારૂ નો જથ્થો ઝડપાયો

થર્ટી ફર્સ્ટને લઈને બુટલેગરો વાહનોમાં ઈંગ્લીસ દારૂની હેરાફેરીનો વેપલો કરતા હોવાનું પોલીસને ધ્યાને આવતા ગ્રામ્ય એલસીબી ટીમે સાણંદના મોરૈયા ગામના પાટીયા પાસેથી એક બોલેરોમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે જપ્ત કરી રાજસ્થાનના 2 યુવકને પોલીસે પકડી લઈ લીધાં

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. એએસઆઈ અજયસિંહ ચૂડાસમા તથા પો.કો.મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ સંયુક્ત બાતમી આધારે પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયાની ટીમે અમદાવાદ બાવળા હાઈવે પર આવેલ સાણંદના મોરૈયા ગામના પાટીયા પાસે રોડ ઉપર વોચ ગોઠવી બોલેરો પીકઅપ ગાડી પકડી લઈ તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 552 બોટલો જેની કિ.રૂ.2.07 લાખ અને વાહન, મોબાઇલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 4,17,950/-નો મુદ્દામાલ સાથે સુરેશકુમાર ઠાકરારામ ભગલુરામ વરદ (બિશ્નોઈ) (રહે,કોટડા રાજસ્થાન) અને હનુમાનરામ ઉદારામ હરલાલજી સાહુ (બિશ્નોઈ) (ગામ વરણવા ઢાણી રાજસ્થાન હાલ રહે. ડાવલ ગામ)ને ઝડપી લઈ અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી. ટીમે બન્ને ઇસમો વિરુદ્ધ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે બન્ને સામે ગુનો દાખલ કર્યો છે.

Social