JDG શાળાની વિદ્યાર્થિનીઓએ સાણંદ ડેપો ખાતે મુસાફરોને સ્વછતા જાળવવા સંદેશો પાઠવતો કાર્યક્રમ યોજ્યો

સાણંદ શહેરની જેડીજી સંસ્કાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્રારા સાણંદ બસ સ્ટેશન ખાતે “સ્વછતા જાગૃતી અભિનય” હેઠળ મુસાફરોને સ્વછતા જાળવવા અને સ્વચ્છ ભારત મિશન અંગે સંદેશો પાઠવ્યો હતો.

આ કાર્યક્રમ માં ડેપો મેનેજર હર્ષદભાઈ સોલંકીની અધ્યક્ષતા માં સાણંદ ડેપોના સ્ટાફ અને શાળાના શિક્ષકો કલ્પનાબેન પરમાર અને સુમનબેન શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા.

Social