અમદાવાદમાંથી ચાઇનીઝ દોરીનું ગોડાઉનમાંથી 4320 રીલ જપ્ત : એકની અટકાયત

શહેર કોટડામાં મીટરગેજ રોડ સફલ -10ની દુકાનમાંથી ઝોન-3 એલસીબીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 4320 રીલ ભરેલા ગોડાઉન સાથે વેપારીની ધરપકડ કરી હતી. ઝોન-3 ડીસીપી વિશાખા ડબરાલના તાબા હેઠળની એલસીબીના પીએસઆઈ એમ. બી. ગામિતે બાતમીના આધારે દુકાનમાં દરોડો પાડીને રૂ.5.28 લાખની કિંમતના ચાઇનીઝ દોરીના 4320 રીલ પકડી પાડ્યાં હતાં. દુકાનમાલિક બાબુભાઈ જગન્નાથ જયસ્વાલ (ઉં.68, બાપુનગર)ની ધરપકડ કરી હતી. બાબુભાઈની પૂછપરછમાં જાણવા મળ્યું હતું, આ જથ્થો તેણે વાપીના વિક્રમસિંગ રાઠોડ પાસેથી મગાવ્યો હતો. બાબુભાઈ ચાઇનીઝ દોરીનાં રીલ રૂ.150થી 200માં છૂટક વેપારીઓને વેચતા હતા. જ્યારે તે વેપારીઓ રૂ.300થી 400માં છૂટકમાં ચાઇનીઝ દોરીનાં રીલ વેચતાં હતાં. પોલીસે બાબુભાઈની ધરપકડ કરીને વિક્રમસિંગને પકડવા તજવીજ શરૂ કરી છે.

Social