સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં UGVCL વિજિલન્સ ટીમના દરોડા : 57 સામે કાર્યવાહી

સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત યુજીવીસીએલની વિજિલન્સ ટીમે દરોડાની કામગીરી હાથ ધરી છે. સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરીની વ્યાપક રાવ ઉઠતા વીજ ચોરી ન બંધ થતાં યુજીવીસીએલના પોરબંદર, પાલનપુર, સાબરમતી,મહેસાણા,ગોધરાના વિજિલન્સ વિભાગ દ્વારા બોપલ ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતમાં સાણંદ શહેરના માધવનગર તેમજ અણદેજ, ચેખલા, જુડા,જુવાલ,ગોરજ,માણકોલ,જાંબુથલ ગામમાં કુલ 504 વીજ મીટરની ચકાસણી કરી હતી જેમાંથી 57 કનેક્શનમાંથી રૂ.14.01 લાખની વીજ ચોરી પકડાઈ હતી. જેને લઈને કાર્યવાહી કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

Social