અસલાલી ગોડાઉનમાંથી રૂ.17 લાખની સિગારેટ ચોરનાર 2 આરોપી ઝડપાયા

અસલાલીમાં અમન વેર હાઉસમાં આવેલા આઇટીસી લિમિટેડના ગોડાઉનમાંથી ગોલ્ડ ફ્લેક રેડ નં-10 સિગારેટના કુલ-12 કાર્ટુન કે જેની અંદાજિત કિ.રૂ.17 લાખની ઘરફોડ ચોરીનો ફક્ત 4 દિવસમાં ભેદ ઉકેલી ચોરીના મુદૃામાલ સાથે બે આરોપીઓને અસલાલી પોલીસે ઝડપી લીધા હતા.
ગોડાઉનમાં કોઇ 2 અજાણ્યા માણસો ગોડાઉનમાં પ્રવેશી કાર્ટુનની ચોરી કરી હોવાનું સીસીટીવીમાં ખૂલતાં ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે 150થી વધુ કેમેરા તપાસતાં ચોરીમાં ગયેલા મુદૃામાલ પૈકી 10 કાર્ટુન રૂ.14,06,560 તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી પીકઅપ ડાલાં સાથે રોપીઓમાં મનોજભાઇ દિનેશભાઇ ઉર્ફે વિનોદભાઇ ચુનારા (રહે. કુવારગામ તા સાણંદ, જિ.અમદાવાદ) તેમજ છોટુભાઇ ઉર્ફે રાજુભાઇ બાબુભાઇ પવાર (રહે. ચીકુવાડી ભમરીયા કુવા, લાંભા)ને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Social