સાણંદ બસ સ્ટેશન પાસે કોમ્પ્લેક્ષમાંથી પાર્ક કરેલ એક્ટિવા ચોરાયું

સાણંદ બસ સ્ટેશન પાસે આવેલ હરેક્રુષ્ણ કોમ્પલેક્ષની બાજુમાં પાર્ક કરેલ એક્ટિવાની અજાણ્યા ચોરે ચોરી કરી ફરાર થતાં બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સાણંદના હરેક્રુષ્ણ કોમ્પલેક્ષ ની બાજુમાં આવેલ ગજ્જર મોટર્સ નામની ડ્રાઇવિંગ સ્કુલ ચલાવતા મહેશભાઇ ગજ્જર તેઓની દુકાન નીચે સવારે એક્ટિવા પાર્ક કરી દુકાનમાં કામ કરતાં હતા તે દરમ્યાન બહાર જવા પાર્ક કરેલ એક્ટિવા ન મળતા તેઓએ આજુબાજુમાં તપાસ કરી હતી અને સીસીટીવી ચેક કરતાં કોઈ ચોર ઇસમે પાર્ક કરેલ રૂ. 25 હજારની કિંમતનું એક્ટિવાની ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે કેતનકુમાર ગજ્જરે સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કર્યો છે.

Social