સદભાવના કેન્દ્ર દ્વારા સ્થાપના દિને અંતિમ વાહિની નું લોકાર્પણ કરાશે

સુપ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવી ડાયરાની મોજ કરાવશે .
સાણંદ અને તાલુકામાં છેલ્લા 9 વર્ષથી સતત અલગ અલગ ક્ષેત્રએ સેવા પ્રવૃત્તિઓ દ્વારા અનેક લોકોને મદદ પહોચાડનાર સદભાવના સેવા કેન્દ્ર ચેરિટેબલ ટ્રસ્ટ 31 ડિસેમ્બરે 10 માં વર્ષ પ્રવેશ કરશે ત્યારે સાણંદમાં “અંતિમ વાહિની” નું લોકાર્પણ કરશે.આ “અંતિમ વાહિની”ની સેવા સાણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુરી પાડવામાં આવશે .
સાણંદ શહેરના ટપાલ ચોક ખાતે આવેલ સદ્ભાવના કેન્દ્રના સ્થાપના દિને લોકડાયરો યોજાનાર છે.જેમાં સુપ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવી ડાયરાની રમઝટ જમાવશે . સમગ્ર કાર્યક્ર્મનું સફળ આયોજન માટે કમલેશભઈ આર. વ્યાસ અને સદભાવના સેવા કેન્દ્ર ચેરિટેબલ ટ્રસ્ટની ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે .નોંધનીય છે કે સાણંદમાં પાણીની પરબ, જરૂરિયાત મંદ લોકોને કપડાં,અંતિમ વિધિની કીટો, મીઠાઇનું વિતરણ સહિત અનેક સેવાકીય પ્રવૃતિઓ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

Social