સાણંદ શહેર અને તાલુકાનાં ગામડામાં ખાનગીમાં પ્રતિબંધિત ચાઈના દોરીનું વેચાણ ચાલતું હોવાનું ખૂલ્યું છે.

તાજેતરમાં શેલાના એક જાગૃત નાગરિકે પતંગ સાથે આવેલ ચાઈના દોરીનો નાશ કર્યો હતો. ઉત્તરાયણ પહેલા ગામડા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈના દોરીનું ખાનગીમાં વેચાણ ચાલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. ઉત્તરાયણ પર્વ પર પ્રતિબંધિત ચાઈના દોરીથી પતંગ ચગાવાના કારણે ઘાતક ચાઈના દોરીથી નિર્દોષ પક્ષીઓ, રાહદારીઓ અને ખાસ ટુ વ્હીકલ ચાલકોને ગંભીર ઈજા કે મોત થાય છે. સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક ઇસમો દ્વારા સરકારના નિયમોનું નેવે મૂકી ચાઇના દોરીનું વેચાણ કરતાં હોય તેમ લોકોને લાગી રહ્યું છે, ત્યારે આવા તત્વો વિરુદ્ધ પોલીસ લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠી છે. નોંધપાત્ર છે કે ગત જાન્યુઆરીમાં નિધરાડ પાસે એક બાઇક ચાલકને ગળાના ભાગે ચાઇના દોરી વાગતા ઇજાઓ થઈ હતી.

Social