બાવળા શહેરમાં તંત્રએ 2 સ્થળોએ દબાણો દૂર કર્યા

બાવળા શહેરમાં આવેલી સાણંદ ચોકડીથી બાવળા તરફના માર્ગ પર અને સરકારી દવાખાના પાસે ચાર રસ્તા ઉપર ઘણા સમયથી લારી-ગલ્લાવાળાએ દબાણ કર્યું હતું. જેના કારણે ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વધી હતી અને અહિયાંથી પસાર થતાં ચાલકોને એનીએ સમસ્યાઓ વેઠવી પડતી હતી. જેથી શહેરમાં દબાણ હટાવવા માટે લોક માંગ ઉઠી હતી અને ઉચ્ચ કક્ષાએ લોકોએ રજૂઆત કરતાં સ્થાનિક તંત્રએ બાવળા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જીસીબી અને ટ્રેક્ટરો લઇને સાણંદ ચોકડીએ દબાણો હટાવ્યુ હતું સાથે સરકારી દવાખાના ચાર રસ્તા ઉપરનાં દબાણો દૂર કરતાં શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

Social