સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

. શનિવારે સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા પંચાયત ના સદસ્ય ભરતભાઈ ગોહેલ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો આ કાર્યક્રમમાં સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત ચાચરાવાડી વાસણા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલ્પ યાત્રા માં
નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલી વિકાસ યાત્રાના ફળ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને તેમના જીવનમાં સુખાકારી આવી છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં હજી પણ જે બાકી હોય તેમને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી ઘર-ઘર સુધી લાભ પહોંચાડવાનો સંકલ્પ આ પ્રસંગે વ્યક્ત કર્યો.
આ અવસરે લાભાર્થીને આયુષ્યમાન યોજના લાભાર્થીઓને કાર્ડ વિતરણ તેમજ પી.એમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા

Social