ગુમ થયેલ ત્રણ સગીર બાળાઓને ગણતરીના કલાકોમાં કણભા પોલીસે શોધી કાઢતી

સૂત્રોના જણાવ્યા અનુસાર તા.૨૯ ડિસેમ્બરના રોજ મૂળ છત્તીસગઢ રહેવા એક પિતાએ તેની પોતાની બે સગીર વયની દીકરી તથા એક કુટુંબી સગીર દીકરીનુ અપહરણ થયાની હકકીત કણભા પોલીસને આવી જણાવતા અજાણ્યા આરોપી વિરૂધ્ધમાં કણભા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધયો હતો નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાણંદ વિભાગના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સગીરાઓને શોધવાની કામગીરીમાં હતા. દરમ્યાન ટેકનીકલ સોર્સ આધારે સદર સગીરાઓ ઓખા – ગુવાહાટી ટ્રેનમાં સફર કરતી હોવાની ચોક્કસ સંભવીત માહીતી મળતા . પશ્વિમ રેલ્વે વડોદરા વિભાગના ના એલ.સી.બી. પોલીસ ઇન્સ. એફ.એ.પારગીને જાણ કરી હતી
આ શોધખોળ દરમ્યાન ગુમ થનાર સગીરાઓ મધ્યપ્રદેશ રાજયના રતલામ રેલ્વે સ્ટેશનથી આગળના નાગદા રેલ્વે સ્ટેશન ખાતે મળી આવેલ તેવી માહીતી પ્રાપ્ત થતા તરત જ મહીલા પી.એસ.આઇ જે.જે.અસારીની એક ટીમ બનાવી ગુમ થનાર દિકરીના પિતા સાથે મધ્યપ્રદેશ ખાતે પહોંચી ત્રણેય સગીરાઓને મધ્યપ્રદેશના રતલામથી આગળ નાગદા રેલ્વે સ્ટેશનની રેલ્વે પોલીસ પાસેથી મેળવી લઇ આજે પરત લાવી માતા પિતા સાથે સુખદ મિલન કરાવેલ છે. અને ભોગબનનાર દીકરીઓની મેડીકલ ચકાસણી કરાવી હાલમાં ત્રણેય દીકરીઓ પોલીસની “સી” ટીમ દ્વારા તથા મહીલા એન.જી.ઓ. દ્વારા કાઉન્સેલીંગ હેઠળ છે વધુ તપાસ હાથ ધરી છે.

Social