સાણંદમાં આરોગ્યની 35 ટિમે 3 દિવસમાં ઘરે ઘરે ફરી 4964 લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢ્યા

સાણંદ શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા 3 દિવસ મેગા ડ્રાઈવ હાથ ધરી હતી. આયુષ્યમાન કાર્ડ કાઢવાના બાકી રહેલા લોકોના ઘરે ઘરે હેલ્થ વિભાગના 80 કર્મીઓ જઈ આયુષ્યમાન કાર્ડની કામગીરી અને ઇકેવાયસીની કામગીરી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ આરોગ્ય વિભાગે ગત 3 દિવસ સાણંદ શહેરમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાના બાકી રહેલા લોકો માટે મેગા ડ્રાઈવ યોજી હતી. સમગ્ર મેગા ડ્રાઈવ સાણંદ તાલુકા હેલ્થ ઓફિસર બી.કે.વાઘેલાની દેખરેઠ હેઠળ યોજાઇ હતી. આયુષ્યમાન કાર્ડ કાઢવામાં બાકી રહેલ લોકોને આરોગ્ય વિભાગે ટ્રેકિંગ કરી 80 કર્મચારીઓએ શહેરના 7 વોર્ડના અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે ફરી 4964 લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢ્યા હતા.
તાજેતરમાં રાજ્યમાં લોકોની આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJ) અંતર્ગત લોકોને નિ:શુલ્ક સારવાર માટે આયુષ્માન કાર્ડ કાઢવા તંત્ર દ્વારા અપીલ પણ કરાઇ છે.

Social